Mrs Chatterjee Vs Norway

Mrs Chatterjee Vs Norway

 

Mrs Chatterjee Vs Norway: રાની મુખર્જી નો રાષ્ટ્રને હલાવી દે તેવો માતાનો રોલ!

Mrs Chatterjee Vs Norway, Rani Mukerji, Rani Mukerji upcoming movie, Rani Mukerji look, Entertainment, Movie, Gujarati News, Gujarati Samachar, મિસિસ ચેટર્જી Vs નોર્વે, રાની મુખર્જી, ગુજરાતી, ગુજરાતી સમાચાર

Mrs Chatterjee Vs Norway: બોલિવૂડ માં સૌથી સફળ અભિનેત્રિઓમાં રાની મુખર્જી (Rani Mukerji) મોખરે રહી છે. રાની હંમેશા તેના કામ માં બીજા કરતા એક કદમ આગળ રહી છે. આવા જ બીજા એક અંદાજને ચાહકો સુધી પહોંચાડવા માટે રાની તેની આગામી ફિલ્મ મિસિસ ચેટર્જી Vs નોર્વે (Mrs Chatterjee Vs Norway)ની તૈયારીમાં છે. હાલમાં સોશ્યિલ મીડિયા પર ફર્સ્ટ લૂક રિલીઝ કર્યું છે.

રાની મુખર્જી તેની ભૂતકાળની સમાજ પર આધારિત ફિલ્મો ઇન્ડસ્ટ્રીને આપીને પોતાની એક અલગ જ છબી ઉભી કરી છે, અને હવે ફરી એકવાર મિસિસ ચેટર્જી Vs નોર્વે ફિલ્મથી તેમની કારકિર્દીમાં વધુ એક સર્વશ્રેષ્ઠ ફિલ્મ જોડવા જઈ રહી છે. ફિલ્મ એક ઇમિગ્રન્ટ માતા પર આધારિત છે, તેમાં તેના નિડર હૃદયને કારણે રાષ્ટ્રને હચમચાવી નાખ્યું હતું. તે તેના બાળકને પાછા જીતવા માટે નોર્વેજીયન ફોસ્ટર કેર સાથે લડી હતી.

મિસિસ ચેટર્જી Vs નોર્વે ફિલ્મના ફર્સ્ટ લૂક માં રાની મુખર્જી નો આ ખતરનાક લૂક વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક સામાન્ય ભારતીય મહિલા લાગી રહી છે પરંતુ કંઈક ડરાવના અંદાજમાં દેખાઈ રહી છે.

રાની મુખર્જીની આ ફિલ્મ Zee Studio અને Emme Entertainment દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે, જે પહેલા 20 મે 2022 ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ કંઈક અડચણ ના લીધે હવે આ ફિલ્મને 3 માર્ચ 2023 ના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ નું મોટા ભાગનું શૂટિંગ એસ્ટોનિયામાં કરવામાં આવ્યું છે.

હવે જોવું એ રહ્યું કે રાની મુખર્જી નું ખતરનાક માતાનું આ રૂપ તેના ચાહકોને કેટલું પસંદ આવે છે અને આ ફિલ્મને રાની તેની સર્વશ્રેષ્ઠ શ્રેણીમાં જોડવામાં શક્ષ્મ રહે છે કે નહિ. તમને આ લૂક જોઈને શું લાગી રહ્યું છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

Post a Comment

Previous Post Next Post