આજથી ગેસ સિલિન્ડર ભાવમાં ધટાડો

આજથી ગેસ સિલિન્ડર ભાવમાં ધટાડો

 

આજથી ગેસ સિલિન્ડર ભાવમાં ધટાડો


આજથી ગેસ સિલિન્ડર ભાવમાં ધટાડો : 1 જૂને મહિનાના પહેલા જ દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેલ કંપનીઓએ 1 જૂનના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપી છે. સરકારી ઓઈલ કંપનીઓ (OMCs) દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો થયો છે.


આજથી ગેસ સિલિન્ડર ભાવમાં ધટાડો

LPG સિલિન્ડરની કિંમત્તમાં થયો સીધો આટલા રૂપિયાનો ઘટાડો 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર માટે હવે 1773 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ આ સિલિન્ડર રૂ. 1856.50નું હતું. જો કે, ઘરેલું ગેસ સિલિન્ડર પહેલાના ભાવે જ મળશે.

આજથી ગેસ સિલિન્ડર ભાવમાં ધટાડો


કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં રાહત આપવા ઉપરાંત ઓઈલ કંપનીઓ દ્વારા જેટ ફ્યુઅલ (એર ફ્યુઅલ)ના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવમાં આશરે રૂ.6,600નો ઘટાડો થયો છે. તેની અસર આવનારા સમયમાં હવાઈ મુસાફરી પર પડી શકે છે.

નવા દરો 1 જૂનથી લાગુ કરવામાં આવ્યા છે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ માટે રાજધાની દિલ્હીમાં પહેલાની જેમ 1103 રૂપિયા ચૂકવવા પડશે.

ATFના ભાવમાં ભારે ઘટાડો

એલપીજી ઉપરાંત ઓઈલ કંપનીઓએ પણ એટીએફની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. એક કિલોલીટરની કિંમત ઘટીને 6600 રૂપિયા થઈ ગઈ છે. દિલ્હીમાં ATFની કિંમત પહેલા 95935.34 રૂપિયાથી ઘટીને 89,303.09 રૂપિયા થઈ ગઈ છે.

અગાઉ મુંબઈમાં કિંમત રૂ.89348.60 પ્રતિ કિલોલીટર હતી, જે હવે રૂ.83,413.96 પ્રતિ કિલોલીટરના દરે ઉપલબ્ધ થશે. કોલકાતામાં રેટ ઘટીને રૂ. 95,963.95 પ્રતિ કિલોલીટર અને ચેન્નાઇમાં રૂ. 93,041.33 પ્રતિ કિલોલીટર થયો છે.

ગેસ સિલિન્ડરના નવા ભાવ

દિલ્હીમાં ગેસ સિલિન્ડર 1856.50 રૂપિયાથી ઘટીને 1773 રૂપિયા પર આવી ગયો છે. કોલકાતામાં પહેલા 1960.50 રૂપિયાની સામે હવે 1875.50 રૂપિયા ચૂકવવા પડશે.

તેવી જ રીતે, અગાઉ તે મુંબઈમાં 1808.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું, જે હવે 1725 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ચેન્નાઈમાં તેની કિંમત 2021.50 રૂપિયાથી ઘટીને 1937 રૂપિયા થઈ ગઈ છે.

Post a Comment

Previous Post Next Post